Friday, 29 September 2017

ગઝલ

ગઝલ
--- * -----
    ...    .. લલિત ત્રિવેદી

મારી પાસેય ક્યાં પુરાવો છે ?
મારો ભગવાન સાવ આવો છે!

કોઈ આકાર જેવો દાવો છે !
હું કહું છું કે ભૂલભુલાવો છે!

ફૂંક સૌ સૌની સાવ નોખી છે
એકસરખો પરંતુ પાવો  છે !

ક્યાંય પણ ગામ કે મુકામ નથી
મારાં પગલાંનો આ દુઃખાવો છે

મનમાં બોલું તો છે મીરાંબાઈ
નામ બોલું તો એક દિખાવો છે

આજ ને કાલમાં ફરક છે કે
એમણે રંગેલા બનાવો છે

... લલિત ત્રિવેદી

No comments:

Post a Comment