Wednesday, 27 September 2017

સાઈજીકી

(૧) ભરેલું દેખાય
    આંગણ જો
    કેવું !
    છે ઘરે લાગે દીકરી.
(૨) પાંચીકા ગોખલે
    ધૂળ ખાય
    થઇ
    હવે દીકરી પારકી.
(૩) મીઠો અવાજ
    ઝાંઝરીનો
    કાને
    અથડાયો, દીકરી ક્યાં??
(૪) આંખનું રતન
    દીધું બાપે
    આજ
    દીકરી તણું સાસરે.
(૫) પિતા કહેવાયો
    ખરેખર
    આજે
    અવતારી છે દીકરી.
   
સાઈજીકી રચના...
    રચના: નિલેશ બગથરીયા
              "નીલ"

No comments:

Post a Comment