Wednesday, 27 September 2017

અછાંદસ

આ દીવાલે ભારે કરી છે
વગર સમજે વાત વહેતી કરી છે.
હતી આમતો શમણાંની વાત
પણ ચોરેચૌટે બોલાતી કરી છે.
થઇ જવાશે ખ્યાતનામ
જાહેરાત આજ ભારી કરી છે.
મળે છે કહે છે ઓળખું છું
છતાં આણે આજ ઓળખાણ પુરી કરી છે.
ક્યાં હતા સનમ એ રાતે રૂબરૂ
ને વાત આજે જોડીમાં કરી છે.
હોય દીવાલોને કાન "નીલ" જાણી શક્યો
એક શમણાના સંગાથીની વાત આજ સરેઆમ કરી છે.
      રચના: નિલેશ બગથરીયા
                "નીલ"

No comments:

Post a Comment