મ્હેફિલમાં
કીડીને કણ!
હાથીને મણ!
તે વાવ્યું છે
તો છો તું લણ!
ના પાદર, ના
ગાયોનું ધણ!
ચકલી ક્યાં છે?
પૂછે છે ચણ!
ના મૃગજળ છે
કે ના છે રણ!
કામ નામનું
ગૂમડું ના ખણ!
તેં દીધા જે
દુઝ્યા છે વ્રણ!
ઇચ્છાઓના
દૂશ્મનને હણ!
ઝબકારામાં
જીવવાની ક્ષણ!
શીખવાડું હું
તું અઢિયા ભણ!
પ્રાણ જાય પણ
ના જાશે પ્રણ!
હું છું, તું છે!
પણ વચ્ચે પણ!
તાણાવાણા
લઈ ચાદર વણ!
યુગો વીત્યા!
તું ઘડીઓ ગણ!
ગઝલ કહી મેં
મ્હેફિલમાં, છણ!
- હરિહર શુક્લ
૨૫-૦૯-૨૦૧૭
# કયા શેર કાઢવા એ બાબતમાં અભિપ્રાયની અપેક્ષા!
No comments:
Post a Comment