Tuesday, 26 September 2017

ગઝલ

હું અફવા ભરેલા શહરને સહું છું.
વિકારોથી તરતાં મગરને સહું છું.

નથી કોઈ અંગત ઈશારા હવે તો,
છતાં ત્યાં વહેતી નજરને સહું છું.

પચાવી શકયો ના જુદાઈ સમયની,
જે હાથે મઢાવી કબરને સહું છું.

નદી,નાળુ, દરિયો મળ્યા છે સુકા ત્યાં,
હજી શ્વાસમાં એ અગરને સહું છું.

બજારી ભરાઈ હવે પ્રેમની લ્યો,
હૃદયમાં વધેલી સબરને સહું છું.

સલામો,ઈનામો, દમામો ત્યજીને,
કળીમાં ફસાયા ભમરને સહું છું.
-શીતલ ગઢવી"શગ"

No comments:

Post a Comment