ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
ઓળખાઈ જાય ઢોંગી ભર બજારે, ઠીક છે,
કારનામા ઉધડી જાય જો લગારે, ઠીક છે.
વાડ ઉઠી ચીભડાં આરોગતી કોને કહું ?
કોણ આવ્યું શેઠ કે? નાખો વખારે, ઠીક છે.
ધર બનાવ્યા કે મકાનો, ભાગ તારો કેટલો?
રૂપિયા ખરચી આબરૂ પામ્યા નગારે , ઠીક છે.
આ મહેલો ઈંટ પાણાના રંગાયા ખૂન થી,
મૂલ દીધા રાજને ત્યારે તગારે , ઠીક છે.
આ ધરમની તો ધજા ફેલાઈ રોજે ગામમાં ,
વાત જાણી ભેદ ખૂલ્યા છે મજારે , ઠીક છે.
જિંદગી આખી ઘસાઈ, આ પગે ખોટા થયા. આમદાની ખૂટતી જ્યારે પગારે, ઠીક છે.
બાળકો સાથે રમીને ખૂદને તે ભૂલતો,
નામ તેનું યાદ કોને ,ગ્યો અંગારે , ઠીક છે.
"કાજલ"
કિરણ પિયુષ શાહ
27/09/17
No comments:
Post a Comment