Wednesday, 27 September 2017

ગઝલ

નહિ જોઈ શકે હાલત તું, એથી બેખબર રાખી,
કે મૃત્યુ બાદ પણ જો મેં ખુલી મારી નજર રાખી.
.
હતી ઈચ્છા કે રહેશું સાથ જીવનભર ને મૃત્યુ બાદ,
બધાએ એટલે અમ બેવની એકજ કબર રાખી.
.
બધા કહેતા ફરે સૌની ખબર ભગવાન રાખે છે,
પરંતુ જો ખરેખર માણસે એની ખબર રાખી.
.
બધા ચોકી જતા જોઈને મારો ઠાઠ ને વૈભવ,
અરેરે! એટલે મારા ઉપર કાળી નજર રાખી.
.
થતા'તા ભાગલા ઘરના તો  પત્ની 'મિત્ર'ની બોલી,
નથી કંઈ જોયતું અમને, અમે તો માવતર રાખી.
.
                      મિત્ર રાઠોડ

No comments:

Post a Comment