આ ઉમર મારી વધીને શ્વાસ ઘટતા જાય છે.
તે છતાએ, જિંદગી આ ક્યાં હજી સમજાય છે.
ઝાડ , પંખી , પાંદળા સઘળુ પછી દેખાય છે.
લક્ષ્ય એવું જો બરોબર આંખ સામે થાય છે.
એક માણસ જો કુહાડી લઈ ફરે છે હાથમાં ,
એક પંખી ડાળ પર જો ક્યારનું ગભરાય છે.
સ્હેજ મટકુ મારવા પણ ક્યાં મળે છે રાતભર ,
સ્વપ્ન જેવા સ્વપ્ન પણ સામે ઉભા દેખાય છે.
આ પ્રસંગો , આ બનાવો ક્યાં રહે છે કાયમી ?
માનવીની આંખમાં કેવળ સ્મરણ સચવાય છે.
શૈલેષ ચૌહાણ ! વિસ્મય ! ઘોઘંબા
No comments:
Post a Comment