Wednesday, 27 September 2017

ગઝલ

ભીડમાં ઊભો રહી ને સાદ પાડું છું,
હું તને ક્યાં ક્યાં જઈને સાદ પાડું છું.

બૂમ પણ પાડી નથી શકતો હું આ સ્થળથી,
સ્હેજ અહીંયાથી ખસી ને સાદ પાડું છું.

સ્હેજ અજવાળું ય હોવું જોઈએ,યારો !
મીણબત્તી  આ  ધરી,  ને  સાદ પાડું  છું,

મારી પાસે માત્ર શબ્દો છે અને થોડા,
કાફિયા  કેવળ લઈ ને સાદ પાડું  છું.

કહું છું કે તું આ ગઝલ પૂરી તો કહેવા દે,
એક  આ  મક્તા  કહી ને સાદ  પાડું  છું.

         ભરત ભટ્ટ

No comments:

Post a Comment