માત ગૌ નું ધણ હશે તો ચાલશે,
ઝાલરી રણઝણ હશે તો ચાલશે.
ગાર, માટી, લીંપણાના ભૂંગલે
આભલા દર્પણ હશે તો ચાલશે!
હક્કનો ખાવો પ્રભૂજી રોટલો,
હોય અડધો પણ હશે તો ચાલશે!
સંપ હો ત્યાં જંપ હોએ કાયમી,
નાનકું આંગણ હશે તો ચાલશે!
હોય ઢળતી રાત જામે ડાયરો,
ભોળિયા એ જણ હશે તો ચાલશે!
કોઇ પાવો, કોઇ ઢોલક બાજતા,
સૂરનાં કામણ હશે તો ચાલશે!
--------------હેમા ઠક્કર "મસ્ત " 26-9-17
No comments:
Post a Comment