!! ગઝલ !!
સ્નેહનું સગપણ હશે તો ચાલશે ,
દર્દનું મારણ હશે તો ચાલશે .
મેં કશી આશા નથી રાખી છતાં,
બે'ક મીઠી ક્ષણ હશે તો ચાલશે .
તું અગર મળવા ચહે તો આવજે,
કાંઈ પણ કારણ હશે તો ચાલશે.
ફક્ત જો હુંકાર તારો હોય તો ,
રાત,આંધી, રણ હશે તો ચાલશે.
સોળ આ શણગાર કયાંથી લાવવા?
આંખમાં આંજણ હશે તો ચાલશે.
ને કદી તારી વ્યથાના બોજ પર ,
સત્યનું દર્પણ હશે તો ચાલશે .
વેદના વરસી પરસ્પર હોય તો ,
જીભ પર ગળપણ હશે તો ચાલશે .
જિંદગીની ભીડમાં થાકયા વગર,
અંતમાં સમરણ હશે તો ચાલશે.
@ નૈષધ મકવાણા
વડોદરા .
No comments:
Post a Comment