Thursday, 28 September 2017

ગઝલ

આજ તો હું પડી છું મારા જ પ્રેમમાં,
બોલ છેને  મજાનો એ વ્હેમ ખેલમાં .

પૂર ઉમટયા વાત વાતમાં ત્યારે જ,
પાળ બાંધી બેઠી વિના પાણી ગેલમાં,

સ્મરણો તારા પહેરો ભરે હવે  ચારેકોર
નાખ પાછી મને તું કઈ યાદોની જેલમાં .

વાદળી બની વરસવું હતું હ્રદય પર,
આંખનો તો દરિયો તરી ગઈ રેલમાં,

સૂક્કા ભઠ્ઠ વરસો ગયાં વિરહના જ્યાંરે ,
ક્યાં અનરાધાર વરસી લાગણી સેલમાં,

આજ કાલ માં સમય ગયો.. ધૂળ ચડી,
હથેળીમાં સ્પર્શના કંટક સહ્યાં પેલમાં.

કાજલ દળી દળીને ઢાંકળીમાં કર્યું ભેગું?
કિસ્મત ખેલી જશે ખેલ અનોખા મેલમાં .

"કાજલ"
કિરણ પિયુષ શાહ
28/09/17

No comments:

Post a Comment