Thursday, 28 September 2017

અછાંદસ

ક્યાંક ફળી હશે દુઆ મિત્રો
મહેફિલો મળી છે આલા મિત્રો.
આમ તો વ્યક્ત થાઉં છું રોજે રોજ
શબ્દે શબ્દે મળી છે વાચા મિત્રો.
સબંધે સબંધે હોય ખરા આંસુ?
તાંતણા રહ્યા ક્યાંક ચોક્કસ કાચા મિત્રો.
બંધક બની જીવવું બની જાય નસીબ
એ પહેલા ખુદે લગાવેલ ખોલો તાળા મિત્રો.
હદ બહાર વધી જાય વેદનાના પૂર
એ પહેલા ખોલી નાખો આંખે પાટા મિત્રો.
દૃશ્ય જયારે સંજય ચોખ્ખું બતાવે "નીલ"
બન્યા વિના ધૃતરાષ્ટ્ર ખોલો હૃદયના તાળા મિત્રો.
       રચના: નિલેશ બગથરીયા
                  "નીલ"

No comments:

Post a Comment