તરહી
કોઈ પણ કારણ હશે તો ચાલશે.
સાવ સુક્કું રણ હશે તો ચાલશે.
(ગાલગાગા ગાલગાગા ગાલગા)
*સ્નેહનું ભારણ હશે તો ચાલશે,*
*મોત ની થાપણ હશે તો ચાલશે.*
સ્મિત હોઠો પર છે તારા નામનું,
*પીડના પગરણ હશે તો ચાલશે.*
કેમ અળગી આજ તેં કીધી મને?
*એક જો કારણ હશે તો ચાલશે.*
મૌન તારું આજ અકળાવે મને,
*રીસ નું મારણ હશે તો ચાલશે.*
આંખમાં છે વેદના જૂદાઇ ની,
*અંતરે વળગણ હશે તો ચાલશે.*
શીદ તરછોડી મને આઘાત દે,
*આંસુના આંજણ હશે તો ચાલશે.*
આજ વિખૂટા ભલે હો આપણે,
*ભીતરી સમજણ હશે તો ચાલશે.*
-કીર્તિ રાઠોડ *"ક્રિતી"*
No comments:
Post a Comment