હૃદયથી આપને ઉચ્ચારતા જોઈ ગયો છું હું,
તને મારા વિશે કંઈ ધારતા જોઈ ગયો છું હું.
રહે છે કેટલું ભીનું હવે અસ્તિત્વ મારું પણ,
કદી કોઈને આંસુ સારતા જોઈ ગયો છું હું.
મને લાગ્યો નથી ડર નાગનો એના પછી, ક્યારેય,
ચડેલા ઝેરને ઉતારતા જોઈ ગયો છું હું.
હતી સામે જ ગંગા, મેં કદી ધોયા નહીં પાપો,
કરમનો ચોપડો ઉધારતા જોઈ ગયો છું હું.
મળી જ્યાં બાતમી આ નિજ જનોથી ઘાવની "જયલા"
પછી ત્યાં ખુદને ખુદથી હારતા જોઈ ગયો છું હું.
જયલા
No comments:
Post a Comment