કોઈ પણ કારણ હશે તો ચાલશે,
સાવ સુકું રણ હશે તો ચાલશે.
********************
વિસ્તરેલું રણ હશે તો ચાલશે,
એકલુંય હરણ હશે તો ચાલશે.
અર્થ સઘળાં હો ભલેને ખોખલાં,
શબ્દનું ભારણ હશે તો ચાલશે!
આંખમાં છે આશ એવી આવશે,
આસુંનું તોરણ હશે તો ચાલશે!
કૃષ્ણ ના હો રણભુમીએ સાથમાં,
જંગ પર જો કર્ણ હશે તો ચાલશે!
એક્ઠું દરમાં ભલેને એ કરે,
કીડીને તો કણ હશે તો ચાલશે!
સિંહ ખાતો ના કદીંયે ઘાસને,
ખૂદનું મારણ હશે તો ચાલશે.
શૂરવીરો ખૂટતાં મેદાનમાં,
એક જો ચારણ હશે તો ચાલશે!
જૂઠ આ કંઇ એમ થોડું ચાલશે?
એવું કંઇ કારણ હશે તો ચાલશે!!
# નટવર ટાંક જૂનાગઢ.
No comments:
Post a Comment