Tuesday, 26 September 2017

ગઝલ

*.......તો ચાલશે*

વાતમાં  તારણ  હશે  તો ચાલશે,
યાદનું એક રણ  હશે  તો ચાલશે.

કાબુમાં   ડાલા   મથાને   રાખવા,
સાહસિક ચારણ હશે તો ચાલશે.

શબ્દ નફરતના  હવે  ના  ફેંક  તું,
બાણનું  મારણ હશે તો  ચાલશે.

જિંદગીની   ખોટ   પૂરી   પાડવા,
એક તું  સારણ  હશે  તો ચાલશે.

આ  ગગન આખું ભલેને ના મળે,
હેતનું   પારણ  હશે  તો  ચાલશે.

ભોગ છપ્પન ક્યાં મને પણ જોય છે!,
દેવનું   ઝારણ  હશે  તો  ચાલશે.

*કાજલ કાંજિયા "ફિઝા"*

No comments:

Post a Comment