Tuesday, 26 September 2017

ગીત

|| સાધ્યસ્નાતા ||
આજ નિહાળી સવાર વેળા,
નૈન ભરી એક સધ્યસ્નાતા.
અંગ ગુલાબી ઝબૂક બોળી,
થઈ જળમાં લ્હાય લ્હાય હોળી.
ધીર ધરી સ્નાનકક્ષ ખોલી,
પ્હેલ પછી વામ પાદ મૂકી,
સ્હેજ નમી બ્હાર આવવાનું
બૂંદ ભીનું અંગ લૂછવાનું
ને ઝટકી કેશ ગુંફવાનું
એવી અદાનું શું પૂછવાનું!
સૂરજ દેખો દસે દિશાથી
લઇ અજવાળા દીપી રહ્યો છે.
હાથ મહીંથી સરે જ હૈયું!
પ્રેમ ખુશીથી ચલે છે હૈયું!
== મંથન ડીસાકર (સુરત)

No comments:

Post a Comment