ગઝલ.
ભીંતને કયાં બોલવાનું હોય છે
રાત આખી જાગવાનું હોય છે
શ્વાસથી આખો જડી દ્યો મોભને,
રાત 'દી બસ હાંફવાનું હોય છે
આપ થઈ જાઓ કદી જો વૃક્ષ તો,
આભને પણ ઓઢવાનું હોય છે
સો ઘણું વાંચો જગતના જ્ઞાનને,
એક પ્રિયજન વાંચવાનું હોય છે.
જો 'પરમ'પાંપણ ઢળે તારી તરફ,
તો પછી દિલ ખોલવાનું હોય છે
- પરમ પાલનપુરી
No comments:
Post a Comment