Thursday, 28 September 2017

ગઝલ

ગામ છેવાડે હવેલી યાદ છે ને?
ને તને પણ એ ગમેલી? યાદ છે ને?

આંગણામાં આપણો એ બાગ પ્યારો,
એ બગીચે તું રમેલી યાદ છે ને.

મેઘ સાથે વીજળીના એ કડાકે,
તું મને વળગી ગયેલી યાદ છે ને ?

ગાલ પર તેં કરેલું એક ચુંબન,
પાંપણો તારી ઢળેલી યાદ છે ને ?

જે ખભાનો તું હતી ટેકો સદાયે,
એ ખભે શાયદ રડેલી યાદ છે ને ?

અશ્રુ પડતાં હોય મારા ક્યાંક છાનાં,
તેં હથેળીને ધરેલી યાદ છે ને ?

થાય ઉંબર કૈંક ઊંચો દેખ ઘરનો,
ને પછી તું ના વળેલી યાદ છે ને ?

ચાર ભીંતોનું રહેલું ઘર હવે તો,
જ્યાં વ્યથાઓ બચેલી યાદ છે ને ?

ને થયા પાયા ઘણા પોચા ધરામાં,
હચમચીતી એ હવેલી યાદ છે ને ?

કશ્યપ લંગાળિયા - "કજલ"

No comments:

Post a Comment