Wednesday, 27 September 2017

ગઝલ

તરહી ગઝલ

છંદ - ગાલગાગા ગાલગાગા ગાલગા.

*કોઇપણ કારણ હશે તો ચાલશે*
*સાવ સુક્કું રણ હશે તો ચાલશે.*

છોડ તું ચિંતા, દુખો, સઘળા હવે,
ભીતરે બચપણ હશે તો ચાલશે.

સત્ય છે તે સત્ય રે'શે માનવી,
જૂઠના કારણ હશે તો ચાલશે.

સ્નેહભીના આ પ્રણયમાં મૂજને,
વ્હાલનો શણગાર હશે તો ચાલશે.

પ્રેમમાં પાગલ ઈ રાધા ફક્તજો,
કૃષ્ણનો અણસાર હશે તો ચાલશે.

ભાવિક આઇ. ધમલ
'ઇસુનંદ'

No comments:

Post a Comment