Wednesday, 27 September 2017

ગઝલ

ગાલગાગા ગાલગાગા ગાલગા
*કોઈ પણ કારણ હશે તો ચાલશે,*
*સાવ સુક્કું રણ હશે તો ચાલશે.*

ચાંદનીનું રણ હશે તો ચાલશે,
આંખમાં શ્રાવણ હશે તો ચાલશે.

રૂપ તારું દાહ આપી ભાગતું,
દે હવે ખાંપણ , હશે તો ચાલશે.

આંગણે આવી ઊભું રે કાલતો ,
આવકારો ક્ષણ હશે તો ચાલશે.

ચાકરી કાન્હા કરી લેવા જ દે,
હેતની થાપણ, હશે તો ચાલશે.

મેહ ચાહું વ્હાલનો તો આપજે,
માંગવું સગપણ, હશે તો ચાલશે

"કાજલ"
કિરણ પિયુષ શાહ
26/09/17

No comments:

Post a Comment