રોટલી કોરણ હશે તો ચાલશે
ઘર ઉપર ધારણ હશે તો ચાલશે .
પ્રીતિ છળ યુક્ત કરતાં, સત્ય પણ જો,
આંખ સામે રણ હશે તો ચાલશે
એક નાનું હોય ઘર, લક્ષ્મી ન હો,
અચલ,શાંત ચરણ હશે તો ચાલશે.
ભોજન સ્વાદિષ્ટ બીજાનુ કરતાં ,
રોટલો જારણ હશે તો ચાલશે.
પ્રેમમાં વિરહ મિલન કરે આવજા,
સાથ એક તરણ હશે તો ચાલશે.
ચાદર દુખોની નિતરતી રાખવી,
સુખ પછી ખોરણ હશે તો ચાલશે.
સુનિતા કંઝારિયા
No comments:
Post a Comment