Wednesday, 27 September 2017

ગઝલ

*તરહી શેઅર*
*કોઈ પણ કારણ હશે તો ચાલશે.*
*સાવ  સુક્કું રણ  હશે તો ચાલશે.*
*(ગાલગાગા ગાલગાગા ગાલગા)*

વાતમાં  તારણ  હશે  તો ચાલશે,
યાદનું એક રણ  હશે  તો ચાલશે.

કાબુમાં   ડાલા   મથાને   રાખવા,
સાહસિક ચારણ હશે તો ચાલશે.

શબ્દ નફરતના  હવે  ના  ફેંક  તું,
પ્રેમનું   મારણ  હશે  તો  ચાલશે.

જિંદગીની   ખોટ   પૂરી   પાડવા,
એક તું  સારણ  હશે  તો ચાલશે.

આ  ગગન આખું ભલેને ના મળે,
હેતનું   પારણ  હશે  તો  ચાલશે.

ભોગ છપ્પન ક્યાં મને પણ જોય છે!,
દેવનું   ઝારણ  હશે  તો  ચાલશે.

*કાજલ કાંજિયા "ફિઝા"*

No comments:

Post a Comment