ગઝલ
રહીએ ભલે દૂર , હૈયા આસપાસ રહે
જીવન ખીલેલું પુષ્પ,સદા મધુમાસ રહે
સહુનું ભલું થાય મનમાં એવો ભાવ રહે
મુખ પર મલકાટ ને ઉરમાં ઉલ્લાસ રહે
સિદ્ધિના શિખરનું સપનું ભલે સેવતા રહીએ
સ્વપ્નસિધ્ધિ માટે સંકલ્પનો આભાસ રહે
સંવાદિતા રહે જીવનમાં,કટુતા થાય દૂર
પરસ્પર પ્રેમ ને નિરંતર વિશ્વાસ રહે
વિષય વાસના ભોગ સ્નેહના સ્વરૂપ નથી
અંતરને સદા શ્રીજીના દર્શનની પ્યાસ રહે
દિલીપ શાહ
No comments:
Post a Comment