ગઝલ
-------//----
અલગ રંગ પુરી શકે જો પિકાસો
ઉતારું હું કાગળમાં કોરો નિસાસો
સતત કેન્દ્ર વચ્ચે કણસતો રહું ને-
સતત કોક વર્તુળમાં દોરે દિલાસો
હવે ક્યાંય ભાગી જવાનું નમુમકીન
અમે આંતર્યા છે અમારા નિવાસો
તમે છેક ભીતર ભળીને શું કરશો ?
વટેમારગુ ! વાટ વચ્ચે વિમાસો !
ક્ષણોમાં ક્ષણોનું અખિલાઈ જાવું
ગુલાબી ગવાહી સભર ઇતિહાસો
.. સુરેન્દ્ર કડિયા
No comments:
Post a Comment