ગઝલ
આ મરવું ઝાકળ જેવું છે ;
ને જીવન વાદળ જેવું છે.
મૈત્રી આખર શું છે મિત્રો ?
વળગણ ખુદ સાંકળ જેવું છે.
કોઈનું મન ના વંચાતું
એ કોરા કાગળ જેવું છે.
જો ને તો વચ્ચે જીવું હું
લક્ષય કદી અટકળ જેવું છે.
તારું ના હોવું આ જગમાં
મુરઝાતી બસ કૂંપળ જેવું છે
દિલીપ વી ઘાસવાલા
No comments:
Post a Comment