Wednesday, 25 October 2017

ગઝલ

બે કદમ ના ફાસલે ચાલી રહ્યાં,
લાગણી ના ભાવ થી ખાલી રહ્યાં.

કેટલાં અંતર પડેલાં ભીતરે,
જન્મ દાતા નામના વાલી રહ્યાં.

આ જગતની જોઇલો બદલી હવા,
ચાલ કેવી આપણે ચાલી રહ્યાં.

મોલ માગેલાં અહીં મળતા નહીં,
રીત કેવી આપણે પાલી રહ્યાં.

મન ઘણાં મેલા કરીને જીવતાં,
ચાહનામાં સ્વપણે મ્હાલી રહ્યાં.

હર તરફ વાયજ કથાઓ ચાલતી,
ધરમ થી માસૂમ બધા ઠાલી રહ્યાં.

                માસૂમ મોડાસવી.

No comments:

Post a Comment