હરિ પડ્યા : એક ગીત
હસતાં હસતાં રડી પડ્યા ભાઈ રડી પડ્યા ...
ચડતાં ચડતાં હરિ પડ્યા ભાઈ હરિ પડ્યા ...
ઉગ્યો છે તો આથમવાનો છે સૂરજ ...
દરિયો છે તો તો ડૂબવાનો છે સૂરજ ...
સૂરજ કિરણ આંખે ઝરમર ઝરી પડ્યા ભાઈ ઝરી પડ્યા ...
ચડતાં ચડતાં ...
વૃક્ષ અડીખમ ઝંઝાવાતોની ઝીંક ઝીલે ...
ડાળ પાંદડાં નતમસ્તક થઈ જઇ ઢીંક ઝીલે ...
પીળાં પાંદડાં ખરખર ખરતાં ખરી પડ્યા ભાઈ ખરી પડ્યા ...
ચડતાં ચડતાં ...
હસતાં હસતાં રડી પડ્યા ભાઈ રડી પડ્યા ...
ચડતાં ચડતાં હરિ પડ્યા ભાઈ હરિ પડ્યા ...
- હરિ શુક્લ
૨૪-૧૦-૨૦૧૭
No comments:
Post a Comment