Wednesday, 25 October 2017

ગઝલ

*હ્રદયનાં કકળાટની ગઝલ*

જા...!  પ્રેમનું તને  ભાન નથી,
તારું દિલ છે, પણ જાન નથી,

તારા  શબ્દો   સૂણે   છે  દિલ,
છો   એને   કોઇ   કાન   નથી,

આ   સંબંધ   બાનાખત  નથી,
સ્વાધિન  છે,  કોઇ  બાન નથી,

તું    બહુ   માહેર   છે   પ્રેમમાં,
એવું   તો    મારું   જ્ઞાન   નથી,

આટાપાટા     રમે      ને     કહે,
તારી     ઠેકાણે    શાન     નથી!

આ   દીવાનગીય     ગમી   મને,
અપમાન મળે  પણ  માન  નથી,

નાસમજ  ના  સમજ  મને  હવે,
માસુમ  છું;   પણ  નાદાન  નથી.

*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*

No comments:

Post a Comment