અછાંદસ - અો ઈશ્વર !
કરું નત મસ્તક અરજ તને
આે ઈશ્વર !
તું
અેવી પ્રતિષ્ઠા ન આપતો મને
મારું મસ્તક પણ ન નમી શકે
એમની આગળ
જેમણે મારું સર્જન કર્યું !
મને બોલતા ચાલતા શિખવાડ્યું
અંધકારમાં હતો ત્યારે પ્રકાશ પૂર્યો
ધોમધખતા તાપમાં મસ્તક પર છાંયો ધર્યો
અેકલો હતો ત્યારે સધિયારો બન્યાં
મને ડગલે ને પગલે હુંફ દેતા
દુનિયાની તમામ ખુશી ત્યાગી તેણે
મળે હંમેશ માટે આનંદ ઉલ્લાસ મને
ને
આજે
મારી નામના, પ્રતિષ્ઠા, હોદ્દો
પદના મદથી નીચે ના આવી શકું
મને કાંખમાં રાખી જે ઘૂમતા
મને રડતો શાંત કરવા અે વ્યાકુળ બનતા
તેને બાથમાં ન ભરી શકું !
અેવી પ્રતિષ્ઠા ન આપતો
હું તેની સેવા ન કરી શકું
હું તેની પાસે ન રહી શકું
હું તેને બોલાવી ન શકું
એા ઈશ્વર! અેવી પ્રતિષ્ઠા ન આપતો..
- મહેશ "સાવરિયા
No comments:
Post a Comment