Monday, 23 October 2017

અછાંદસ

તાઝા ગઝલ
નાસિગોરેન ખાતા લોકો થકી જાકાર્તા જીવશે
આવતા યુગ યુગાંતરો લગી જાકાર્તા જીવશે
રોજ વ્હેલી સવારે જાગી સતત કામકરે છે પ્રજા
યોગ ના આ સિદ્ધાંતો સાચા કરી
જાકાર્તા જીવશે
ખાય છે ધોસ્ત ઠંડુ એને પદાંગ તરીકે ઓળખો
બાંગ પોકારતાં મુલ્લાઓ થકી જાકાર્તા જીવશે
છે અહીંયા ઇમારત જંગલ -અગાસી હેલી પેડ છે ,
જ્યોત મોનાસની હાથો માં ધરી
જાકાર્તા જીવશે
એક કરતા વધુ છે ટાપુ -ગરોળીઓ નો દેશ છે
એકદમ એકધારી મંથર ગતિ જાકાર્તા જીવશે.

બ્રિજ પાઠક

No comments:

Post a Comment