Monday, 23 October 2017

ગઝલ

(૧૦)*‍ગઝલ - દૂર  થઇ ગયો*   
    
કાંઠો નજીક આવ્યો છે કે દૂર થઇ ગયો ?
માનવીની જેમ શું એ મજબૂર થઇ ગયો ?

દોલત કહો કે શોહરત સોગાત છે ખુદાની ;
પામર મનુષ્ય શાને મગરૂર થઇ ગયો?

દાનેશ્વરીનું સ્વાગત મન્દીરમાં  થાય ચોગમ ;
મુફલિસ ને માટે ઈશ્વર કાં ક્રૂર થઇ ગયો ?

જાહોજલાલી જૂઠની જોઈ જીવનમાં હરદમ ;
અફસોસ ! સત્યવાદી બેનૂર થઇ ગયો .

ઉઠાંતરી કરીને પામ્યા ઘણા પ્રસિદ્ધિ ;
ગામડાનો નટિયો મશહુર થઇ ગયો .

હરિયાળી હેતની નદી સુકાઈ ગઈ છે આજે ;
જીવનનો રસ્તો જાણે વિધુર થઇ ગયો .

*દિલીપ વી ઘાસવાલા*

No comments:

Post a Comment