Saturday, 14 October 2017

ગીત

બમ્મ અકડ બૂ...

બમ્મ અકડ બૂ...
અર્થનદીને કાંઠે કાંઠે લાગી ગઇ છે મુજ  શબ્દોને લૂ...
બમ્મ અકડ બૂ...

જરઠ હથેળીમાં રેખાનું જબ્બર છે ખેંચાણ
લખું લખુંનું લખલખું ત્યાં છે મીઠાંની તાણ

કોક અજાણ્યા કંઠમાં આવી ગીત કરે છે  નિત્યે ઘૂટર ઘૂ...
બમ્મ અકડ બૂ...

ઘાણી કરતાં કરતાં જેણે કાઢ્યો પહેલો ઘાણ
જાણે હરાયાં ઢોરની પાસે નાખ્યું છે રે દાણ!

કોણ છેતરે શબ્દકોશને કોણ બનાવે છે કાગળને દૂ...
બમ્મ અકડ બૂ...

હતું નતું-ની વચમાં થાતું પ્રગટ તણું પરિમાણ
એક અને નવ્વાણુંને તું સકલ શૂન્યમાં જાણ

મારી ભીતર મારું હોવું રમ્યા કરે છે રે હો હૂતુતુ...
બમ્મ અકડ બૂ...

             - અનિલ વાળા

No comments:

Post a Comment