શસ્ત્રો થકી દળ બેખબર દુર્બલ્યને વીંધી શકો
ધરબી તમે બે ગોળીઓ ના સત્યને વીંધી શકો ...
હે રામ ઉચ્ચારી શકે જે શ્વાસની છેલ્લી પળે
ના ના, તમે મોહન તણાં મંતવ્યને વીંધી શકો ...
નારા લગાવો દેશમાં ઓક્ટોબરે બીજી તમે
કરતૂતથી ના કદી તમે કર્તવ્યને વીંધી શકો ...
કથની અને કરણી થકી જે અલગ ના હોય છે,
ના કો' મહાત્મા સંતનાં માંગલ્યને વીંધી શકો
હિંસકપણું વ્યાપેલ છે તારી બધી આ નોટમાં
'આહીર' આ પૈસા થકી માનવ્યને વીંધી શકો
- માવજી એમ આહીર 🌱
No comments:
Post a Comment