તું નથી અવકાશમાં તો ઠીક છે,
તોય વ્યાપો શ્વાસમાં તો ઠીક છે.
વેદનાઓ સાચવે કેવળ ગઝલ;
છો ને આવે પ્રાસમાં તો ઠીક છે.
આટલી ઈચ્છા ફળે તો બસ પ્રભું;
જાય બાળક તાસમાં તો ઠીક છે
મૂલ્ય ઓછું,આંકવું ના કોઈનું;
શીખવો અભ્યાસમાં તો ઠીક છે.
ક્યાંક ખોવાયો છે આજે તો હિતેન,
જો મળે ઉચ્છવાસમાં, તો ઠીક છે.
હિતેન પરમાર🙏🏻
No comments:
Post a Comment