🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
ચક્રવાક-ચક્રવાકી
આકાશી રંગ જોતાં પંખીને
સાંજવેળા આંખે પરખાય
નીલરંગી પાંખોમાં ભભરાવી
સપનાંઓ નભ આખું મુકી દે ગિરવે;
સવારમાં ઝાકળમાં ઝીણેરું ચમકીને
વીંઝાતા ટહૂકાને પીધેલું ઝાડ ઊભું દ્રવે.
અાકંઠને આરપાર ચાંચમાં ચાંચ લૈ
વાવડના વાયરાએ ઉંચકાતાં જાય.
આકાશી રંગ જોતા પંખીને ....
ધગધગતાં પીંછાંમાં અરમાનો
ગાંઠવાળી મુઠ્ઠીમાં મુકવા પોબાર;
થડ પાસે પડેલાં પોલાણને ઉકેલવા
ઊંચેરી ડાળખીને મૂળિયાંનો ભાર.
અંધારું ઘોર માથે સાગરની પાર
દેખાતું ધબ્ થઈ પલટાતું જાય.
આકાશી રંગ જોતા પંખીને......
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
No comments:
Post a Comment