Monday, 23 October 2017

ગઝલ

ખૂણે હસતુંતું એ જાળું,
એમાં જૂની યાદો ભાળું

ગણગણતી'તી ભીંતો ને છત,
દર્દો પીસી રાતો ગાળું

ચક્કર ચક્કર ફરતો પંખો,
મનને ક્યાંથી મારું તાળું.

પગલાં છે રક્તે નીંગળતાં,
ઝખ્મોનું ચાઠું છે આળું.

નવરંગી સપના પણ ક્યાં છે,
આંખોમાં કુંડાળું કાળું.

કજલ

No comments:

Post a Comment