ગઝલ
હું અને તુ બેય તો એક જ હતા ??
ને ઝઘડવાના ઘણા મુદ્દા હતા.
બન્દગી તો માત્ર કરીએ એટલું,
એક બીજાનાં જ તો ખુદા હતાં.
દિલ જિગર સાવ જ નઠારા હતા.
આખરે તો મન થકી જુદા હતા.
વાત વાતે ખન્ડનો કરતા હતા,
પ્રેમ નામે સાવ બુદબુદા હતા.
સ્નેહનાં સાથી હંમેશા આપણે,
વર્તનોથી બેય બેહૂદા હતા.
શીલા મહેતા ( શબ્દ શિલ્પી )
No comments:
Post a Comment