ગઝલ – ભ્રમમાં નથી
બ્રહ્મ છું ભ્રમમાં નથી ;
આત્મા આ વશમાં નથી .
માર્ગનો છું શૂળ ભલે ;
ખુંચતા પથ માં નથી .
વ્રુક્ષ થઇ ને જીવજો ;
જીર્ણતા નસમાં નથી.
પાર્થ તારી શી વિસાત ?
જો કેશવ રથમાં નથી !!!
છે લઘુતા ગુરુ માં ;
ચારિત્ર્યો મઠ માં નથી .
શોધશો ના ઈશુ ને
એ હવે ઘરમાં નથી.
વાત છે જે મારા માં ;
વાત જે જગમાં નથી.
દિલીપ વી ઘાસવાલા
No comments:
Post a Comment