પાટી પેન લઈ દે મમ્મી,
પપ્પાને તું કહીદે મમ્મી.
મારે ભણવા જાવું કાયમ,
મોડી મોડી આવું કાયમ.
સ્કૂલો સઘળી દૂર પડે છે,
રસ્તામાં ટ્રાફિક નડે છે.
નાની સાઇકલ લઈદે મમ્મી,
પપ્પાને તું કહીદે મમ્મી.
ભૈલાનું તો ચિત્ત ભમે છે,
છાનોમાનો ગેમ રમે છે,
નખરા રોજેરોજ કરે છે,
તમને તો પણ એ જ ગમે છે.
ગેમ મને પણ લઈદે મમ્મી,
પપ્પાને તું કહીદે મમ્મી.
મારે મોટી મેડમ થાવું,
દેશ-વિદેશે ફરવા જાવું,
મોટા મોટા કામ કરી ને
મારે પણ છે નામ કમાવું,
કોમ્પ્યુટર પણ લઈદે મમ્મી,
પપ્પાને તું કહીદે મમ્મી.
"નાજુક"
No comments:
Post a Comment