😊😊😊😊બેટી😊😊😊😊
12/06/2018
4:00 વાગે
આન,બાનની સાથે રામબાણ છે બેટી,
હિમતનાં ખોવે એવું વહાણ છે બેટી.
લાખેણી લાગણીઓ વરસે જ્યાં હેતે,
હૈયા સમીપ જો ઝાંઝરમાન છે બેટી.
પૃથ્વી પર અમૃતની સાક્ષી તે ગણજો,
આપણા આ સુખોની લ્હાણ છે બેટી.
વરસે જ્યાં હેત ફૂલછાબો ભરીને,
કુદરતનાં કમાલની ખાણ છે બેટી.
સ્વપ્નાઓ ઊંચા ક્ષિતિજો વટાવે,
સંસારમાં સર્વની જાન છે બેટી.
ઈચ્છાઓ મારી ફલિતાર્થ એ કરતી,
હ્રદયનું ઊંડું ઊંડાણ છે બેટી.
આસાઓ ઊંચી "મયુર" એમાં હું જોવું,
મારા જીવનનું સાચું ખેડાણ છે બેટી.
મયુર દરજી
ડભોઈ
No comments:
Post a Comment