Tuesday, 12 June 2018

ગઝલ

*કસર*

મિલન એ આખરી મંજિલ નથી
મળી ને છુટા પડશું...
નિયતિ માત્ર હશે..
વિરહની કસર
તને મળી કયાં કદી પૂરી થાય?
મિલન બાદ પણ
આ અગ્ન તો વધતી જાય..
જાણે દર વખતે સ્વાહા કહી અર્પણ
ઈચ્છાઓનો અર્ધ્ય
અણબુઝી  પ્યાસ
કયાં બુઝાય?
એક આખરી મૂલાકાત
નથી હોતી અંતિમ કયારેય...
એ પણ
કોઈ નવી ધટનાની શરૂઆત
સતત ચાલતી
અનંત ઈચ્છાઓની યાત્રા
સર્જન વિસર્જનની પ્રક્રિયા..
પણ કદાચ કયાંક કસર રહી હશે
પ્રયત્નોમાં
એટલે જ આ ઈચ્છાનો ભાર ઉપાડી
ભટકતી રહું છું...
એષણાઓ ને સાથે લઈ ઝઝૂમતી રહું
તારી યાદોને મનમાં સજીવન કરી
સતત આભાસી જીવન
ના! હૈયામાં સાચવી
ઈચ્છાઓ ધરબી..
શ્વાસોમાં તને ભરી..
એ અંતિમ ક્ષણ સુધી
કસરની અસર  મનમાં સાચવી
પ્રતિક્ષિત.....
ખુલ્લી આંખે
અંતિમ શ્વાસ સુધી..

"કાજલ"
કિરણ પિયુષ શાહ
૧૨/૦૬/૧૮

No comments:

Post a Comment