કેટલાં સંભારણા મુકી જશું,
માનમોભે જાતનેજીવી જશુ.
જિંદગીતોએક લાંબી છે સફર,
હામ રાખી ચાલશું ના ટુટી જશું.
ઠોકરો ના ગંજ સામે લાગતાં,
ના કદમ ના ફાસલા ચૂકી જશું.
આપણો તો સામનો છે કાળથી,
આજને પણ નાજથી કુદી જશું.
આ જગત લેશે અમારી નોધ પણ,
જિંદગી માં ના કદી જુકી જશું.
લેખથી છટકી શકો માસૂમ નહીં,
પણ સમયને જીતવા ખુંપી જશું.
માસૂમ મોડાસવી
No comments:
Post a Comment