આવતી કાલે
હું હોવ હયાત
તો તમે મારી હત્યા કરી નાખજો
આવતી કાલ તમારી હોય
આવતી કાલ મારી હોય
કાલનું હોવું પર્યાપ્ત છે
એમ કાળનું હોવું પણ પર્યાપ્ત છે.
તમારા ઊપર કાળ ચડી આવશે
મારી હત્યા કરવા
એ મને ખબર છે
અને કાળને પણ ખબર છે.
કાળ સાવ બુદ્ધિનું બારદાન નથી
કે એ તમારો સગો પણ નથી
એ કવિ વાર્તાકાર નથી
હા એ પાકો રાજકારણી છે
ગમે ત્યારે તમને ઊડાવી દેશે
બંદૂક ની અણીએ.
એને ખબર છે
હત્યા કરવી એટલે પ્રતિશોધ
યુગોથી ચાલી આવતી પરંપરા
અથવા કશુંય નહી.
કાળ સમજી ગયો છે
પરંપરાથી પરંપરા
વિચારથી વિચારનું ખૂન
આસાનીથી કરી શકાય.
વિનુ બામણિયા"અતીત"ગોધરા.
તા.21/9/17
No comments:
Post a Comment