Thursday, 12 October 2017

ગઝલ

ફગાવી બધી માંગણી શું કરું,
બતાવી હતી  લાગણી શું કરું .

ઉમીદો જગાવી હ્રદય ચાહની,
તમન્ના પડી સાંકડી શું કરું.

સહારે સહારે  સફર આદરી, છલકતી રહીઆંખડી શું કરું.

બનાવો સમયના ભયાનક હતાં,
કસોટી બની આખરી શું  કરું.

ચહેલા વફાના તકાજા  છતાં,
સજાઓ મળી આકરી શું કરું.

કહો કેમ તેને ગણું આપણાં
જફાઓ સખત વિસ્તરી શું કરું.

વિરહની લગી આંચ માસૂમ સહી,
તમાશો બની જિંદગી શું કરું.

            માસૂમ મોડાસવી

No comments:

Post a Comment