Monday, 2 October 2017

ગઝલ

🍃🌷 એ લાકડી ગાંધી હતી 🌷🍃
અંગ્રેજોની ખાંભી હતી !
મુઠ્ઠી નમક દાંડી હતી !

કફને સદા બાંધી હતી !
સિધ્ધાંતની ચાંદી હતી !

પ્હેરી ફિરસ્તે પોતડી,
એ લાકડી ગાંધી હતી !

ખાદી, અહિંસા, સત્ય ને,
સ્વદેશીની આંધી હતી !

'ભારત છોડો' ની ચળવળો,
સચ્ચાઈથી હાંફી હતી !
** નિશિ **

No comments:

Post a Comment