મૌતને પણ એમ કર તું તરબતર!
બાથમાં લૈ ને હ્રદયથી પ્રેમ કર!
જન્મ મૃત્યુ જીંદગીનું સત્ય છે!
હર પ્રહર સ્વીકારવું આખર પ્રહર!
દોડવા ને હાંફવાની ભીડ આ
લક્ષ્ય સાધી પંડનો થા રાહબર!
આ પ્રથાઓ ને પ્રણાલી જાળવી,
ભીતરી મેલો બધાને સાફ કર!
સાવ જંજાળો બધી પડખે મુકી,
કર કરમ સારા, ન કર, તું કરકસર!
હોય દાણો એટલો ખાવો પડે!
જાતને આનંદથી કર ભરસભર!
પ્રભુજી પણ અવતરી, પાછા ફર્યા,
ના રહ્યું કોઈ જગે અજરાઅમર!
-------------હેમા ઠક્કર "મસ્ત " 3-10-17
No comments:
Post a Comment