તરહી શેઅર
દોડતો કેવો રહ્યો એ દરબદર.
જીંદગી હાંફી રહી કારણ વગર.
(ગાલગાગા ગાલગાગા ગાલગા)
*જીવતો હંમેશ અવિચળ બેખબર,*
*લાગતો હંમેશ ઝળહળ બેફિકર.*
ઝાંઝવા સમ આજ શાને લાગતો?
*ચાહતો હંમેશ ખળખળ હદવગર.*
શોધતી મારી નજર જોને તને,
*ભીતરે શાને થયો ખળભળ સબર?*
ઊડતી આવી ખબર કેવી ગજબ,
*તું હવે શોધી રહ્યો સમથળ કબર.*
ગાળણુ બંધાય ના જગ મુખ કદી,
*લે પચાવીએ હવે હળહળ ઝહર.*
-કીર્તિ રાઠોડ "ક્રિતી" 3.10.17
No comments:
Post a Comment