તું કરે જો ઉમ્રભર મારી ફિકર !
ચાહવમાં મેં ય ક્યાં રાખી કસર !
શ્વાસ લઉં એ જી હજૂરી છે અગર !
બેવફાને યાદ ના કર ઓ સ્મરણ !
એ હવા ને ઝાંઝવાને શું ખબર ?
કે મને લાગી છે કો' મીઠી નજર !
થૈ નિશાની એ બુલંદી પર રહી,
મેં વિરહની પળ અવેરી રાતભર !
ભાવ રચનામાં ન આપું દાદ શું ?
ચિતરી જળ સાબિતે કર હો જિગર !
Dt : 3/10/2017 * નિશિ *
No comments:
Post a Comment